મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને કોંઢના શખ્સે આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE







હળવદના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને કોંઢના શખ્સે આપી જાનથી મારી નાખવાની ધમકી

હળવદની સરા ચોકડી પાસેથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને કોંઢ ગામના શખ્સ દ્વારા અગાઉ કરવામાં આવેલ ફરિયાદનું મનદુખ રાખીને “તને ઉપાડી જવાનો છે અને પતાવી દેવાનો છે તેવું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કોંઢ ગામના શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ જુના રાયસંગપુર ગામના રહેવાસી અને હાલમાં હળવદના ગિરનારીનગરમાં રહેતા જનકભાઈ ઘનશ્યામભાઇ ચૌહાણ (ઉંમર ૩૭) એ ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના રહેવાસી જસપાલસીંહ ઝાલાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીએ અગાઉ કરવામાં આવેલ ફરિયાદનું મનદુખ રાખીને તેને ફોન કરીને જણાવ્યું હતું કે હું ભૂલી ગયો નથી અને તેઓ જયારે હળવદની સરા ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં તેઓને ઊભા રાખીને જશપાલસિંહ ઝાલાએ “તને ઉપાડી જવાનો છે અને પતાવી દેવો છે” તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા જનકભાઈ ચૌહાણજસપાલસીંહ ઝાલાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે




Latest News