મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે પોથીયાત્રામાં જોડાયેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચોરી


SHARE







હળવદના ચરાડવા ગામે પોથીયાત્રામાં જોડાયેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચોરી

હળવદના ચરાડવા ગામ પાસે આવેલ મહાકાળી આશ્રમ નજીક પોથીયાત્રામાં જોડાયેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના એકથી દોઢ તોલાના ચેનની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે. જેથી ભોગ બનેલ વૃદ્ધાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

હળવદના ચરડવા ગામે પારદેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા તખુબેન ઓધવજીભાઈ સોનાગ્રા (60) નામના વૃદ્ધાએ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 31/10 ના રોજ ચરાડવા ગામ પાસે આવેલ મહાકાળી આશ્રમ નજીક પોથીયાત્રામાં તેઓ જોડાયા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓએ ગળામાં પહેરેલ એકથી દોઢ તોલાના ચેનની ચોરી કરેલ છે જેથી કરીને 40 હજારની કિંમતના ચેનની ચોરી થઈ હોવાની વૃદ્ધાની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે.

અકસ્માતમાં ઇજા

લતીપર વાડી વિસ્તારમાં રહેતા મુકેશભાઈ અદનાનભાઈ અજનાર (30) નામના યુવાનને રોહીશાળા અને જોધપર (ઝાલા) ગામ વચ્ચે વાહન અકસ્માતના બનાવમાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે યુવાનને રાજકોટ ખસેડવામાં આવેલ છે. અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર સાપર ગામ નજીક ટ્રક ચાલકે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં મુન્નાભાઈ ભરતભાઈ ડામોર (21), વિક્રમ બેડા (35) અને સરવણ શાંતિલાલ બેડા (30) રહે. થાન જાંબુવાન વાળાઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી મુન્નાભાઈ ડામોરને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News