મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

હળવદના જુના ઇસનપુર નજીક પાણી પીવા ગયેલ યુવતીનો પગ લાપસી જતાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE







હળવદના જુના ઇસનપુર નજીક પાણી પીવા ગયેલ યુવતીનો પગ લાપસી જતાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદના જુના ઇસનપુર અને નવા ઇસનપુર ગામની વચ્ચેથી પસાર થતી કેનાલમાં પાણી પીવા માટે ગયેલ યુવતીનો અકસ્મતે પગ લાપસી જતા તે કેનાલના પાણીમાં ડૂબી ગઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતક યુવતીના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદના મયાપુર ગામના રહેવાસી અને હાલમાં નવા ઇસનપુર ગામે રહેતા આશિષભાઈ વશરામભાઈ જાદવની 18 વર્ષની દીકરી વિધિબેન સાંજના સમયે વાડીએથી ઘરે પરત આવી રહી હતી ત્યારે રસ્તામાં જુના ઇસનપુર અને નવા ઇસનપુર ગામ વચ્ચે આવેલ કેનાલમાં પાણી પીવા માટે તેને ગઈ હતી દરમિયાન અકસ્માતે તેનો પગ લપસતા તે કેનાલના પાણીમાં પડી ગઈ હતી અને પાણીમાં ડૂબી જવાના કારણે વિધિબેન જાદવનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવતીના પિતા આશિષભાઈ જાદવ (42)હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પીપળી ગામ પાસે આવેલ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા વિજયાબેન કાનજીભાઈ સરસાવાડીયા (81) નામના વૃદ્ધા રિક્ષામાં જતા હતા ત્યારે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીમાં રફાળેશ્વર નજીક બાઇક અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં અમૃતભાઈ કટારીયા (36) અને રાજલ અમૃતભાઈ કટારીયા (13) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. 






Latest News