મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન સખત કેદની સજા


SHARE







મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન સખત કેદની સજા

મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો કેસ મોરબીની સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જેમાં મદદનીસ સરકારી વકીલની દલીલો તેમજ પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આજીવન સખત કેદની સજા તેમજ 35 હજારનો દંડ કર્યો છે.

કેસની મળતી માહિતી મુજબ તા. 22/4/23 ના રોજ મોરબી તાલુકા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને પોલીસે સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ મોરબીની કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું જે કેસ મોરબી જિલ્લાની સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લાના મદદનીસ સરકારી વકીલ એન.ડી.કારિકરેલ દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજ કે.આર. પંડ્યાએ  આરોપી કાળુભાઈ ગોપાલભાઈ તાહેદ (24) રહે.મૂળ એમપી વાળાને આજીવન સખત કેદની સજા અને તેમજ જુદીજુદી કલમ હેઠળ 35 હજારનો દંડ કર્યો હતો અને આરોપી દંડની રકમ ભરે તો તેના સહિત વિકટીમ કંપન્સેશન યોજન અંતર્ગત ભોગ બનનારને 6 લાખ સહિત 6.35 લાખ રૂપિયા આપવા માટેનો આદેશ કર્યો છે.




Latest News