મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા નજીક ટાઇલ્સ ભરેલ ટ્રક ટ્રેલર પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલ બાઇક ચાલક યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત


SHARE







હળવદના ચરાડવા નજીક ટાઇલ્સ ભરેલ ટ્રક ટ્રેલર પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલ બાઇક ચાલક યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત

હળવદના ચરાડવા પાસે આવેલ પેટ્રોલ પંપ પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાજુમાંથી ટાઇલ્સ ભરેલ ટ્રક ટ્રેલર પસાર થયું હતું જેના ચાલકે કાવું મારવા જતાં ટ્રક ટ્રેલર પલટી મારી ગયું હતું અને બાઇક લઈને નીકળેલ યુવાન ઉપર ટ્રક ટ્રેલર પડ્યું હતું જેથી તેની નીચે દબાઈ જવાના લીધે યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ કરવા દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

હળવદના કડીયાણા ગામની સીમમાં દેરાસરની વાડીઓમાં રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ સિહોરા (35)ટ્રક નંબર આરજે 2 જીબી 4428 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓનો ભાઈ અજયભાઈ બાબુભાઈ સિહોરા (26) તેનું બાઈક નંબર જીજે 36 કે 2094 લઈને ચરાડવા ગામ પાસે આવેલ ધાવડી પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન ટ્રક ટ્રેલરના ચાલકે કાવું મારવા જતા સમયે પોતાના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ટાઈલ્સ ભરેલો ટ્રક ટ્રેલર પલટી મારી ગયો હતો અને તેની નીચે બાઈક સાથે ફરિયાદીનો ભાઈ દબાઈ જતા તેને માથા અને શરીરે ગંભીર ઇજા થઇ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News