મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં મિત્ર સાથે થયેલ મનદુખનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ હોકી વડે મારમાર્યો


SHARE







મોરબીમાં મિત્ર સાથે થયેલ મનદુખનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ હોકી વડે મારમાર્યો

મોરબીના લાલપર ગામ પાસે આવેલ કેલ્વિન એન્ટરપ્રાઇઝ પાસે રોડ ઉપરથી પસાર થયેલ યુવાનના મિત્ર સાથે અગાઉ થયેલ મનદુઃખનો ખાર રાખીને યુવાનને પકડી રાખ્યો હતો અને ત્યાર બાદ ત્રણ શખ્સોને ત્યાં બોલાવીને યુવાનને હોકી વડે પગના ભાગે માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખીને ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ કુલ 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ પાવન પાર્ક શેરી નં-6 માં રહેતા ગૌતમકુમાર શૈલેન્દ્રકુમાર ઝા (38)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હિતેશભાઈ પટેલ રહે. કુમાર ઇન્ડસ્ટ્રીઝ મોરબી તથા ત્રણ અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓએ કુંદનભાઈને આપેલ હાથ છીને રૂપિયા પરત લેવા માટે કુમાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગયેલા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે ફરિયાદીના મિત્ર વિજયભાઈને આરોપી હિતેશભાઈ પટેલ સાથે અગાઉ કોઈ બાબતે મનદુખ થયું હતું જે બાબતનો ખા રાખીને ફરિયાદીને આરોપીએ પકડી રાખ્યો હતો અને ફોન કરીને બીજા ત્રણ શખ્સોને ત્યાં બોલાવતા તે ત્યાં આવી ગયા હતા અને ત્યારબાદ અજાણ્યા ત્રણેય શખ્સોએ ફરિયાદીને પકડી રાખેલ હતો અને હિતેશભાઈએ હોકી વડે ફરિયાદીને બંને પગના સાથળના ભાગે મારમારીને ઇજા કરી હતી તથા ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે




Latest News