મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદ-માળિયા હાઈવે ઉપર ચોખાની આડમાં 1104 બોટલ દારૂ-600 બીયરની હેરાફેરી: કુલ 59.79 લાખનો મુદામાલ કબ્જે, એકની ધરપકડ


SHARE







હળવદ-માળિયા હાઈવે પર ચોખાની આડમાં 1104 બોટલ દારૂ-600 બીયરની હેરાફેરી: કુલ 59.79 લાખનો મુદામાલ કબ્જે, એકની ધરપકડ

હળવદ માળિયા હાઈવે પર બાબા રામદેવ હોટલ સામેથી ટ્રક ટ્રેલર પસાર થઈ રહ્યું હતું જેને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે તેમાં ચોખાની બોરીઓની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને એલસીબીની ટીમે 1104 બોટલ દારૂ અને 600 બીયરના ટીન મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે દારૂ બીયર અને વાહન સહિત કુલ મળીને 59.79 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે અને એક શખ્સની ધરપકડ કરી હતી.

મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ માળિયા હાઇવે પર ધ્રાંગધ્રા તરફથી આવી રહેલા ટ્રક ટ્રેલર નંબર જીજે 6 એવી 7676 માં દારૂનો જથ્થો ભરીને લઈ જવાના છે જેથી પોલીસે વોચ રાખી હતી અને મળેલ બાતમી મુજબનો ટ્રક ત્યાંથી નીકળ્યો હતો. જેને બાબા રામદેવ હોટેલ પાસે રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તે વાહનમાં ચોખાની બોરીઓની આડમાં દારૂનો જથ્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતાં હોવાનું સામે આવ્યું હતું જેથી હાલમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ ટ્રકમાંથી 1104 બોટલ દારૂ અને 600 બીયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે દારૂ અને બીયર જેની કુલ કિંમત 15.67 લાખ અને ટ્રક જેની કિંમત 20 લાખ સહિત કુલ મળીને 59.79 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે અને હાલમાં ટ્રક ટ્રેલરના ચાલક પ્રવીણ લાખાભાઈ પગી (40) રહે. લાકડિયા પગીવાસ તાલુકો ભચાઉ કચ્છ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પાસેથી સિદ્ધરાજસિંહ જાડેજા રહે. લાકડીયા તાલુકો ભચાઉ વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને બંને સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News