મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

શોખ ભારે પડ્યો: હળવદના ભલગામડાના યુવાને હથિયાર સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં મુક્તા પોલીસે બે શખ્સની કરી ધરપકડ


SHARE







શોખ ભારે પડ્યો: હળવદના ભલગામડાના યુવાને હથિયાર સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં મુક્તા પોલીસે બે શખ્સની કરી ધરપકડ

હળવદના ભલગામડા ગામે રહેતા યુવાન પાસે હથિયારનું લાઇસન્સ કે પરવાનો ન હોવા છતાં સિંગલ બેરલ મજલ લોડ હથિયાર સાથે ફોટો અને વિડિયો લઈને ઇનસ્ટાગ્રામમાં તે શેર કર્યા હતા જે મોરબી જિલ્લા એસઓજીની ટીમના ધ્યાન ઉપર આવતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને ફોટો શેર કરનાર તથા ફોટો પાડવા માટે હથિયાર આપનાર બંને શખ્સને પકડીને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

સોશિયલ મીડિયામાં લાઈક અને વ્યુ વધારવા માટે ઘણી વખત ગુનાહિત કૃત્યો કરવામાં આવતા હોય છે અને ખાસ કરીને હથિયાર સાથેના ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ છે. ત્યાર બાદ પોલીસે દ્વારા ફોટો અને વિડીયો અપલોડ કરનારા શખ્સોની સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે તો પણ આવા બનાવો સામે આવે છે જે હાલમાં હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા બાવલાભાઇ વિઠ્ઠલભાઈ દેત્રોજા (22)સિંગલ બેરલ મજલ લોડ હથિયાર સાથે ફોટો અને વિડીયો લઈને પોતાના ઇનસ્ટાગ્રામમાં તે અપલોડ કર્યા હતા જે મોરબી જિલ્લા એસઓજીની ટીમના ધ્યાન ઉપર આવતા તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ફોટો પાડનાર તથા હથિયાર સાથે ફોટો પાડવા માટે થઈને હથિયાર આપનાર છેલાભાઈ મનજીભાઈ ઉઘરેજા (57) રહે. ભલગામડા વાળાને પકડીને તેઓની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News