મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાંથી 1000 મીટર કોપર વાયરની ચોરીના ગુનામાં વધુ સાત આરોપી પકડાયા


SHARE













હળવદ તાલુકામાંથી 1000 મીટર કોપર વાયરની ચોરીના ગુનામાં વધુ સાત આરોપી પકડાયા

હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાં સોલાર પ્લાન્ટમાંથી એક હજાર મીટર કોપરના કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં અગાઉ પોલીસે ચાર આરોપીને પકડ્યા હતા અને હાલમાં પોલીસે આ ગુનામાં વધુ સાત આરોપીને પકડીને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે

હળવદના કવાડિયા ગામે સોલાર પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ ઉપર બાંધેલ ફેન્સીંગ તાર કાપીને અજાણ્યા શખ્સે અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી એક હજાર મીટર કોપરના કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી જેથી 4 લાખના વાયરની ચોરી થઈ હોવાની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી જેથી પોલીસે તાત્કાલિક આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ બનાવની તપાસ હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ પીઆઇ ડી.વી.કાનાણી અને તેના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી હતી અગાઉ આ ગુનામાં સુલતાન ઉર્ફે કાનો ધીરુભાઈ દેકાવાડિયા અને રવિ ઘનશ્યામભાઈ દેકાવાડિયા રહે બંને દેવપર સુખપર તાલુકો હળવદ તથા રાજબહાદુર ઇન્દ્રપાલ રાજપુત રહે. હાલ હળવદ મૂળ રહે. યુપી અને રાજુ ગોપીલાલ ગુર્જર રહે. હાલ નીચી માંડલ મૂળ રહે. રાજસ્થાન વાળાની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારબાદ તપાસની અધિકારીની ટીમ દ્વારા આ ગુનામાં વધુ સાત આરોપીઓને પકડવામાં આવ્યા છે જેમાં પ્રતાપભાઈ ઉર્ફે પીડી દાનુભાઈ લોદરીયા રહે. સુખપર તાલુકો હળવદ તેમજ વિજયભાઈ વિભાભાઈ દેકાવાડિયા, સંજયભાઈ જગાભાઈ દેકાવાડિયા, કરણભાઈ બહાદુરભાઇ પંચાસરા, મુકેશભાઈ પ્રેમજીભાઈ અઘારા, ચંદુભાઈ જગાભાઈ વડેચા અને વિજયભાઈ ઉર્ફે હિતેશ પ્રેમજીભાઈ અઘારા રહે. બધા દેવપર સુખપર વાળાનો સમાવેશ થાય છે અને આ આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.






Latest News