મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં કરોડો રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં પડકયેલા 4 આરોપીઓના 12 સુધીના રિમાન્ડ મંજૂર


SHARE







હળવદ તાલુકામાં કરોડો રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં પડકયેલા 4 આરોપીઓના 12 સુધીના રિમાન્ડ મંજૂર

હળવદ તાલુકામાં કોયબા, ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામે સરકારી જમીનને પચાવી પાડવા માટેનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જેથી હળવદના મામલતદારે બે મહિલા સહિત 9 લોકોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં 4 આરોપીને પકડવામાં આવ્યા હતા અને પકડાયેલ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 12 મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

હળવદ તાલુકાનાં ત્રણ ગામની સરકારી જમીન પચાવી પાડવા માટેનું કૌભાંડ થયું હતું જેની હળવદના મામલતદાર અલ્કેશભાઇ પ્રફુલચંદ્ર ભટ્ટ (55) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ બાબાભાઈ કોળી, છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર, બીજલભાઇ અમરશીભાઈ કોળી, દલાભાઈ રણછોડભાઈ ડાભી, દિનેશભાઈ હમીરભાઇ વનાણી, રાઠોડ માવજીભાઈ ડાભાભાઇ, જશુબેન બાબુભાઈ કોળી, મંજુબેન રત્નાભાઇ કોળી અને વનાણી હમીરભાઈ વજુભાઈ સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં હળવદ પોલીસે આરોપી દિનેશભાઈ હમીરભાઇ વનાણી (42) રહે. રાયસીંગપુર, છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર (58) રહે. હળવદ, રાઠોડ માવજીભાઈ ડાભાભાઇ (59) રહે. ઘનશ્યામપુર, વનાણી હમીરભાઈ વજુભાઈ (70) રહે. રાયસીંગપુર તાલુકો મુળી વાળાની ધરપકડ કરેલ હતી અને તે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના 12 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. તેવી માહિતી વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડા પાસેથી જાણવા મળેલ છે.

આ કૌભાંડની અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ તા. 26/3/2016 થી 17/7/2020 દરમિયાન આરોપીઓએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામે રેવન્યુ રેક્ડે ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનું બનાવટી રેકોર્ડ ઉભુ કર્યું હતું અને તેને પચાવી પાડવા માટે સરકારી કચેરીના હોદ્દા વાળા બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને પોતાના કબજામાં સ્ટેમ્પ રાખ્યા હતા અને જે તે સમયના સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહી તથા ખોટા હુકમો કરી ત્રણેય ગામોની અલગ અલગ સર્વે નંબરની કુલ મળીને 344.27 વિધા સરકારી જમીનોની સરકારી કચેરીમાં નોંધ પડાવી પોતાના નામે કરી કરાવીને કૌભાંડ કર્યું હતું. જે ગુનાની તપાસમાં આગામી સમયમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શ્ક્યતા છે.

મોરબી જીલ્લામાં ખડભડાટ મચાવી દેનારા આ કૌભાંડમાં પોલીસે કાવતરા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે અને 9 પૈકીનાં 4 આરોપીઓને તો ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં આવેલ છે જો કે, બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે અને આ ગુનાની તપાસનો રેલો હળવદ તાલુકામાં અગાઉ ફરજ બજાવી ગયેલ તત્કાલિન સરકારી અધિકારી તેમજ કર્મચારી સુધી પહોચશે તેવા સંકેત મળી રહ્યા છે જોકે, તપાસમાં પોલીસ શું બહાર આવશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.






Latest News