મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ભલાઈનો જમાનો નથી !: હળવદના ભલગામડામાં રહેતા યુવાનને ત્રણ શખ્સોએ મારમાર્યો


SHARE







ભલાઈનો જમાનો નથી !: હળવદના ભલગામડામાં રહેતા યુવાનને ત્રણ શખ્સોએ મારમાર્યો

હળવદના ભલગામડા પાસે 220 કેવી સબ સ્ટેશન બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને ત્યાં રેતી નાખવા બાબતે ચાલતી માથાકૂટ માટે કોન્ટ્રાક્ટર દ્વારા ગામમાં રહેતા યુવાનને કહેવામાં આવ્યું હતું જેથી યુવાને રેતી નાખવાની ના પાડેલ હતી જે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાનને ઢીકાપાટુનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

હળવદના ભલગામડા ગામે રહેતા રઘુભાઈ બનેસંભાઈ ભાટીયા (46)હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામતભાઈ રામજીભાઈ ઝાપડા રહે. પોલીસ લાઈન પાછળ હળવદ અને જીગ્નેશસિંહ સુખદેવસિંહ ઝાલા તથા હરદીપસિંહ સુખદેવસિંહ ઝાલા રહે. બંને સાપકડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, ભલગામડા ગામે આવેલ 220 કેવી સબ સ્ટેશન બનાવવા માટેનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ત્યાં રેતી નાખવા બાબતે માથાકૂટ ચાલતી હતી અને કોન્ટ્રાક્ટર તેના વતનમાં ગયો હતો જેથી તેને ફરિયાદીને ફોન કરીને તેની જાણ કરી હતી જેથી ફરિયાદીએ સ્થળ ઉપર કોન્ટ્રાક્ટર હાજર ન હોય રેતી ન નાખવા માટે આરોપીઓને કહ્યું હતું જે બાબતે ખાર રાખીને “તમે કેમ અમારી રેતી નાખવા નથી દેતા” તેમ કહીને ઉશ્કેરાઈ ગયેલ ત્રણેય શખ્સો દ્વારા ફરિયાદીને ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.




Latest News