મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ભાજપ સંગઠન-ગુજરાત સરકારમાં બ્રહ્મસમાજ સાથે થઇ રહ્યો છે અન્યાય: મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ


SHARE







ભાજપ સંગઠન-ગુજરાત સરકારમાં બ્રહ્મસમાજ સાથે થઇ રહ્યો છે અન્યાય: મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ

ભાજપ દ્વારા ગુજરાત સરકાર અને સંગઠનમાં બ્રહ્મસમાજને અન્યાય  કરવામાં આવે છે તેવી રાવ સાથે મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ દ્વારા વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખને પત્ર લખાયો છે.

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ ડો. બી કે લહેરુએ જે પત્ર લખેલ છે તેમાં જણાવ્યુ છે કે, હાલના સમયમાં ગુજરાત સરકારના નવા મંત્રી મંડળની રચના કરવામાં આવી જેમાં બ્રહ્મસમાજના ધારાસભ્યોને મંત્રી મંડળમાં પુરતું સ્થાન આપવામાં આવેલ નથી જે દુખદ બાબત છે ઉપરાંત ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વરા વર્ષ ૨૦૨૨ માં ઉમેદવાર પસંદગી માટે બનાવવામાં આવેલ પાર્લામેન્ટ કમિટીમાં પણ એકપણ બ્રાહ્મણોને સ્થાન આપવામાં આવ્યું ના હતું બ્રહ્મ સમાજ ભાજપના સંગઠનનો પાયાનો પથ્થર હોવા છતાં સરકાર અને સંગઠનમાં જાણીજોઇને અવગણના કરવામાં આવી રહી હોય તેવું અનુભવી રહ્યા છીએ. વડીલોએ પાર્ટી ઉભી કરવામાં લોહી રેડ્યું છે છતાં આજે ભાજપમાં અમોને અવગણવામાં આવી રહ્યા હોવાનું લાગી રહ્યું છે જેથી બ્રહ્મસમાજની લાગણી અને માંગણીને ધ્યાને લઈને આગામી સમયમાં સરકાર અને સંગઠનમાં યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે






Latest News