મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી સમસ્ત કોળી સમાજ દ્વારા સ્નેહ મિલનનું આયોજન


SHARE







મોરબીમાં શ્રી સમસ્ત કોળી સમાજ દ્વારા સ્નેહ મિલનનું આયોજન

મોરબી શહેરમાં શ્રી સમસ્ત કોળી સમાજ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત બનાવવામાં અને સમાજની એકતા વધુ ગાઢ કરવાનો કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.

આ કાર્યક્રમ આગામી તા ૯ નવેમ્બર ને રવિવારે સાંજે ૫:૩૦ વાગ્યે શ્રી કોળી સમાજ વિદ્યાર્થી બોડીંગ જીલ્લા સેવા સદન પાછળ મોરબી ખાતે યોજાશે. ત્યારે સમાજના આગેવાનો, ભાઇઓ, વિવિધ મંડળો તથા સંગઠનોના હોદેદારો એકત્ર થઈને સમાજના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરશે. ખાસ કરીને સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ માટેના ઉપાય, બોડીંગ ખાતે ચાલી રહેલી લાઇબ્રેરી તથા ટ્યુશન ક્લાસીસની પ્રવૃત્તિઓ, સમૂહલગ્ન આયોજન તથા સમાજ એકતાના પ્રયાસો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સ્નેહ મિલન કાર્યક્રમ સમાજના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે. જેથી કોળી સમાજના આગેવાનો અને સભ્યોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવે છે






Latest News