મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામે યુવાનને ફોન કરીને મેદાનમાં બોલાવીને તેના મિત્ર સહિત ત્રણ શખ્સોએ લોખંડના લાગીયા વડે મારમાર્યો


SHARE











હળવદના કડીયાણા ગામે યુવાનને ફોન કરીને મેદાનમાં બોલાવીને તેના મિત્ર સહિત ત્રણ શખ્સોએ લોખંડના લાગીયા વડે મારમાર્યો

હળવદના કડીયાણા ગામે કારખાનામાં રહેતા અને નોકરી કરતા યુવાનને તેના મિત્રએ ફોન કરીને ગામ પાસે આવેલ મેદાનમાં બોલાવ્યો હતો જેથી યુવાન પોતાનું બાઇક લઈને ત્યાં ગયો હતો ત્યારે યુવાનના મિત્ર તથા તેના પિતા તેમજ એક કૌટુંબિક મામાએ યુવાનને લોખંડના સેન્ટીંગ લાગીયા વડે વડે મારમાર્યો હતો જેથી યુવાનને પગમાં ફ્રેકચર થઈ ગયું હતું અને ઇજા પામેલા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના કડીયાણા ગામ પાસે આવેલ કારખાનામાં રહેતા અને નોકરી કરતા કિશોરભાઈ ચતુરભાઈ પારઘી (22)હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના મિત્ર શનિ નરેશભાઈ સોલંકી અને તેના પિતા નરેશભાઈ સોલંકી રહે. બંને કડીયાણા તથા શનિના કૌટુંબિક મામા ભૂપીભાઈ રહે. સરા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તે પોતાના ઘરે હતો ત્યારે તેના મોબાઈલ ફોન ઉપર નીનો ફોન આવ્યો હતો અને તે ફરિયાદીનો મિત્ર હોય તેણે ફોનમાં ફરિયાદીને ખારાના મેદાનમાં પાંડાતીરથ રોડ બાજુ આવ મિત્રો આવેલ છે તેવું કહ્યું હતું અને બોલાવ્યો હતો જેથી ફરિયાદી પોતાનું બાઈક લઈને ત્યાં ગયો હતો ત્યારે ની અને તેના પિતા તથા તેના કૌટુંબીક મામા ત્યાં હાજર હતા અને ફરિયાદી કશું સમજે ત્યારે પહેલા તેને નીએ તેના હાથમાં રહેલ સેન્ટીંગ કામ માટેનો લોખંડનો લાગીયો જમણા પગમાં માર્યો હતો અને ભૂપીભાઈએ તેને પકડી રાખતા નરેશભાઈ અને શનીએ તેને પગના ભાગે માર મારતા લોહી નીકળવા લાગ્યું હતું અને ત્યાં કામ કરતા અન્ય મજૂરોએ ફરિયાદીને માર ન મારવા માટે બૂમ પાડી હતી જેથી આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા જોકે, જતા જતા ત્રણેય આરોપીઓએ ફરિયાદીને કહ્યું હતું કે, “હજુ આટલો જ માર મારેલ છે હવે તો જાનથી મારી નાખશું” તેવી ધમકી આપી છે જેથી ઇજા પામેલા યુવાનને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

થોરીયાળી ગામે રહેતા અમરશીભાઈ ગુજરભાઈ જમરા (30) નામનો યુવાન બંગાવડીથી ખાખરા ગામ વચ્ચે લતીપર હાઇવે રોડ ઉપર બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે પ્રથમ મોરબી અને તેથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News