મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં વહેલી સવાર સુધી કામ કરીને નાસ્તો કરવા નીકળેલ દંપતીની કાર મેટાડોરમાં અથડાતાં મહિલાનું મોત


SHARE







મોરબીમાં વહેલી સવાર સુધી કામ કરીને નાસ્તો કરવા નીકળેલ દંપતીની કાર મેટાડોરમાં અથડાતાં મહિલાનું મોત

મોરબીના શનાળા રોડે સમયના ગેટ નજીક રોડની સાઇડમાં મેટાડોરને પાર્ક કરીને મૂકવામાં આવ્યું હતું તેની પાછળના મંગળવારે સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં કાર અથડાઇ હતી જે બનાવમાં કારમાં બેઠેલ દંપતીને ઇજા થઈ હતી અને મહિલાનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના શનાળા રોડ ઉપરથી મંગળવારે સવારે પ્રકાશભાઈ કંઝારીયા તેઓના પતિની હિનાબેન કંઝારીયાને કારમાં બેસાડીને સમયના ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં રોડ સાઇડમાં એક મેટાડોરને પાર્ક કરીને મૂક્યું હતું તેની પાછળના ભાગમાં પ્રકાશભાઈ કંઝારીયાની કાર ધડાકાભેર અથડાઇ હતી જેથી કરીને કારની આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. જે બનાવમાં પ્રકાશભાઈ અને તેમના પત્ની હિનાબેન બંનેને ઇજા થઈ હતી અને આ બનાવમાં ગંભીર ઇજા પામેલ હિનાબેનનું મોત નીપજયું હતું. વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રકાશભાઈ અને તેના પત્ની તેઓના ઘરે વાતો બનાવવાનું કામ કરતાં હતા અને વહેલી સવાર પડી ગયેલ હોવાથી તેઓ નાસ્તો કરવા માટે પોતાની કાર લઈને નીકળ્યા હતા અને તેવામાં શનાળા રોડ ઉપર અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં હિનાબેનનું મોત થયા દંપતિ ખંડિત થયેલ છે અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની ર્બેતા મુજબની કાર્યવાહી કરેલ છે.




Latest News