મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની એલ.ઇ. પોલીટેકનિક કોલેજમાં શિક્ષણ-પાણીની વ્યવસ્થા કરવા એબીવીપીની માંગ


SHARE







મોરબીની એલ.ઇ. પોલીટેકનિક કોલેજમાં શિક્ષણ-પાણીની વ્યવસ્થા કરવા એબીવીપીની માંગ

મોરબી એબીવીપી દ્વારા એલ.ઇ. પોલીટેકનિક કોલેજ ખાતે પીવાના પાણી તેમજ શિક્ષણના પ્રશ્નોને લઈ કોલેજના પ્રિન્સીપાલને ઉગ્રતાપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં વિધાર્થીઓ એબીવીપીના હોદેદારોની સાથે રજૂઆત કરવા માટે જોડાયા હતા

મોરબીની એલ.ઇ. ગર્વમેન્ટ પોલીટેકનિક કોલેજ ઘૂંટુ ખાતે આવેલ છે ત્યાં વિધાર્થીઓને છેલ્લા બે વર્ષોથી પીવાના પાણીને લઈને હાલાકીનો સામનો કરવો પડે છે અને સેમ. ૧ ના અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક પણ છેલ્લા એક મહિનાથી નથી આ બંને સમસ્યા માટે અવાર નવાર રજૂઆત કરી હતી તો પણ પ્રશ્નનું કોઈ યોગ્ય નિરાકરણ આવેલ નથી જેથી એબીવીપીની મોરબી શાખાના હોદેદારો દ્વારા વિધાર્થીઓને સાથે રાખીને આ મુદે પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી અને વિદ્યાર્થીઓની માંગણીને પૂરી કરવામાં આવશે નહિ તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે 






Latest News