મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ ગામે ખોડીયાર સોસાયટી પાછળથી બાઈકની ઉઠાંતરી


SHARE







વાંકાનેરના માટેલ ગામે ખોડીયાર સોસાયટી પાછળથી બાઈકની ઉઠાંતરી

વાંકાનેર તાલુકાના માટેલ ગામે ખોડીયાર સોસાયટીની પાછળના ભાગમાં શેરીમાં યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સોમાસર ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામે નવા બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા જયદીપભાઇ દિનેશભાઈ ગાંગરીયા (24)એ અજાણ્ય શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેરના માટેલ ગામે ખોડીયાર સોસાયટીની પાછળની શેરીમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 13 એસએસ 1290 પાર્ક કરીને મૂક્યું હતું જે 20,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગાર

મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે ઓસીસ સિરામિક ની નજીક જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વિજયભાઈ લક્ષ્મણભાઈ ચાવડા (35) રહે. આંદેણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 250 ની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News