મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે અગાઉની માથાકૂટનો ખાર રાખીને યુવાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ચાબુક વડે મારમાર્યો


SHARE







મોરબીના આમરણ ગામે અગાઉની માથાકૂટનો ખાર રાખીને યુવાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ચાબુક વડે મારમાર્યો

મોરબીના આમરણ પાસે આવેલ ડાયમંડનગર વિસ્તારમાં રહેતા યુવાન સાથે નવરાત્રી દરમિયાન થયેલ માથાકૂટનો ખાર રાખીને તેણે ગાળો આપવામાં આવી હતી જેથી યુવાને ગાળો આપવાની ના પડતાં ઉશ્કેરાઈ ગયેલ શખ્સે ચાબુક વડે યુવાનને માથામાં અને ડોકના ભાગે માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી “આ રીતે દાઢી મુછો રાખીને ગામમાં ફરો છો તે બાબતે વાંધો છે” તેવું કહ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મોરબીના આમરણ ગામ પાસે આવેલ ડાયમંડનગર વિસ્તારમાં રહેતા મનોજભાઈ વિરજીભાઈ પરમાર (30) નામના યુવાને ગુલામહુસેન અશરફમિયા બુખારી રહે. આમરણ વાળા સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, આરોપી સાથે નવરાત્રી દરમિયાન માથાકૂટ થઈ હતી જે બાબતનો ખારાખીને આરોપી ફરિયાદી પાસે આવ્યો હતો અને તેને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ શખ્સે ચાબુક વડે ફરિયાદીને માથામાં અને ડોકના ભાગે મારમારીને ઇજા કરી હતી તથા જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને “આ રીતે તમે દાઢી અને મૂછો રાખીને ગામમાં ફરો છો તે બાબતે મને વાંધો છે” તેમ કહ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવા લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રિસિટિ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.




Latest News