મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ત્રિપાલ અકસ્માત સર્જીને ત્રણ વ્યક્તિના મોત નિપજાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીના નવલખી રોડે ત્રિપાલ અકસ્માત સર્જીને ત્રણ વ્યક્તિના મોત નિપજાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શિવાંસ કોલ સામેથી પસાર થતી રીક્ષાના ચાલેકે બાઈક અને બુલેટને લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક, બુલેટ અને રીક્ષામાં જઈ રહેલા વ્યક્તિઓમાંથી કુલ મળીને ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા જે બનાવ સંદર્ભે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીના મકરાણીવાસમાં રહેતા મહમદભાઈ હાજીભાઈ મુસાણી (40) નામના યુવાને સીએનજી રીક્ષા નંબર જીજે 39 યુ 0398 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી તેની રીક્ષા લઈને નવલખી રોડ ઉપર આવેલ શિવાંસ કોલ સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીનો ભત્રીજો સમીર બાઈક નંબર જીજે 37 ક્યુ 2156 લઈને જતો હતો જ્યારે ઇમરાન અને તસ્લીમ બુલેટ નંબર જીજે 36 એચ 4949 લઈને જઈ રહ્યા હતા ત્યારે રીક્ષા ચાલકે બાઈક અને બુલેટને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો જેમાં ફરિયાદીના ભત્રીજા સમીર તથા બુલેટ ઉપર જઈ રહેલ ઇમરાનનું ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજયું હતુ જયારે તસ્લીમને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવમાં રિક્ષામાં બેઠેલ રહીમ અવેશભાઇ સંધવાણી નામના વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું આમ અકસ્માતના બનાવમાં જુદા જુદા ત્રણ વાહનમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News