મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને પાઇપ-ધોકા સાથે યુવાન ઉપર ચાર શખ્સો તૂટી પડ્યા: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને પાઇપ-ધોકા સાથે યુવાન ઉપર ચાર શખ્સો તૂટી પડ્યા: જાનથી મારી નાખવાની ધમકી

હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતો યુવાન આંબેડકર કોમ્પ્લેક્સ પાસે પાનની દુકાન નજીક હતો ત્યારે જૂના ઝઘડાનો ખાર રાખીને રાઠોડ પરિવારના ચાર વ્યક્તિ દ્વારા લાકડાના ધોકા અને પાઈપથી તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને મારમારીને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે.

હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા કલ્પેશભાઈ હસમુખભાઈ રાઠોડ (19)હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ પુંજાભાઇ રાઠોડ, મુકેશભાઈ લવજીભાઈ રાઠોડ, ઉત્તમભાઈ પ્રવીણભાઈ રાઠોડ અને જીતુભાઈ જગાભાઈ રાઠોડ રહે. બધા સરા રોડ આંબેડકર નગર-1 બસ સ્ટેશન પાછળ હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદમાં આવેલ આંબેડકર કોમ્પ્લેક્સ સામે વાંસગી પાનના ગલ્લે તે સિગરેટ પીવા માટે ગયો હતો ત્યારે ફરિયાદીના પરિવારને જુનાવાસમાં રહેતા રાઠોડ પરિવાર સાથે અગાઉ ઝઘડો થયો હતો જેનું મનદુઃખ રાખીને ચારેય આરોપીઓ લાકડાના ધોકા અને પાઇપ સાથે ફરિયાદી પાસે આવ્યા હતા અને ત્યારે મનસુખભાઈ અને ઉત્તમભાઈએ લોખંડના પાઇપ ડે ફરિયાદીને મારમાર્યો હતો ત્યારે મુકેશભાઇએ લાકડાના ધોકા વડે શરીરને મારમારીને ઈજા કરી હતી તો જીતુભાઈએ ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સમયે ફરિયાદીને બચાવવા વચ્ચે પડેલા હિંમતભાઈને મનસુખભાઈએ ગાળો આપીને લોખંડના પાઇપ વડે પગમાં મારમારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News