વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે પરણીતા અને રફાળેશ્વર નજીક યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત


SHARE











મોરબીના લાલપર ગામે પરણીતા અને રફાળેશ્વર નજીક યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત

મોરબીના લાલપર ગામે ઘરમાં પરણીતાએ અને રફાળેશ્વર ગામ નજીક આવેલ કારખાના પાસે યુવાને કોઈ અગમ્યતા કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે બંનેના મૃતદેહને પીએમ માટે સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલા લાલપર ગામે રહેતા કૂમાબેન અમિતકુમાર (20) નામની પરણીતાએ કોઈ અગમ્યતા કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો ચાર વર્ષનો હતો જોકે, કયા કરાણોસર મહિલાએ અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસ આગળની તપાસ કરી છે

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક આવેલ વેલ્સા સિરામિક કારખાનાના કવાર્ટરમાં રહેતા મૂળ એમપીના રહેવાસી ગોપાલભાઈ હુકમસિંહ ઉર્ફે હોકમસિંહ યાદવ (20) નામના યુવાને કોઈપણ કારણોસર કારખાના પાસે ઝાડ સાથે લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ત્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

યુવાનનું મોત

ટંકારા તાલુકાના ઘૂડા (સ) ગામે હરેશભાઈ પાટડીયાના પ્લોટ માં રહેતા મૂળ બિહારના સામપુર ગામના રહેવાસી ચંદનકુમાર તિવારી (27) નામના યુવાનને છાતીમાં દુખાવો થવા લાગતા તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની મૃતક યુવાનના બિહારમાં રહેતા પરિવારજનોને જાણ કરવામાં આવી છે






Latest News