મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ત્રણેય આરોપી જેલ હવાલે


SHARE







મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ત્રણેય આરોપી જેલ હવાલે

મોરબીમાં ગઢની રાંગ પાસે યુવાન અને તેના બનેવી ઉપર છરી વડે હુમલો કરવામાં આવેલ હતો જેમાં ઇજા પામેલા યુવાનના બનેવીનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પટલયો હતો અને અને આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી તે ગુનામાં પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી અને તે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે..

મોરબી શહેરના સિપાઈવાસ જમાદાર શેરીમાં રહેતા મોહસીનભાઈ ફારુકભાઈ કુરેશી (33)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખાલીદ ફિરોજભાઈ સમા, શકીલ ફિરોજભાઈ સમા અને ફિરોજભાઈ ઉસ્માનભાઈ સમા રહે. બધા સિપાઈવાસ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, આરોપી ખાલીદ સમાએ પોતાના મોબાઈલ ફોનમાંથી ફરિયાદીને ફોન કરીને “તું ક્યાં છો ?, તું મારી વહુ સામે શું કાતર મારે છે ? તેવું કહીને ફરિયાદીને સિપાઈવાસમાં બોલાવ્યો હતો જેથી ફરિયાદી યુવાન અને તેના બનેવી મકબુલ મહમદભાઈ કુરેશી (22) રહે. સિપાઈવાસ મોરબી વાળા મોરબીમાં આવેલ ગઢની રાંગ પાસે કે.આર. હેન્ડલુમની દુકાન પાસે ગયા હતા અને ત્યાં ત્રણેય આરોપીઓ હાજર હતા ત્યારે ખાલીદ સમાએ ગાળો આપી હતી અને તેની પાસે રહેલ છરી કાઢીને ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો. જે બનાવમાં ફરિયાદીને છરીના ઘા માર્યા હતા અને તેના બનેવી મકબુલ મહમદભાઈ કુરેશી ઉપર ખાલીદ સમાએ છરી વડે હુમલો કરીને પડખાની ડાબી બાજુએ છરીનો ઘા માર્યો હતો તેમજ શકીલ સમાએ છરી વડે મકબુલભાઈને ગળાના ભાગે ઇજા કરી હતી અને ફિરોજભાઈએ પથ્થરના છુટા ઘા મારીને માથામાં ઇજા કરી હતી. જેથી તેનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટયો હતો જેની ફરિયાદ આધારે પોલીસે આરોપી ખાલીદ ફિરોજભાઈ સમા (28), શકીલ ફિરોજભાઈ સમા (26) અને ફિરોજભાઈ ઉસ્માનભાઈ સમા (49) રહે. બધા સિપાઈવાસ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને ત્રણેય આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.




Latest News