મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

રઝડતા ઢોરની રંજાડ: મોરબીમાં શનાળા રોડ-કલેક્ટર બંગલા પાસે ખુટિયા યુદ્ધે ચડતા લોકોમાં નાસભાગ


SHARE







રઝડતા ઢોરની રંજાડ: મોરબીમાં શનાળા રોડ-કલેક્ટર બંગલા પાસે ખુટિયા યુદ્ધે ચડતા લોકોમાં નાસભાગ

 મોરબી શહેરના દરેક વિસ્તારમાં ખુટિયાઓની સમસ્યા વધી ગયેલ છે અને ગમે ત્યારે આ રઝડતા ખૂંટીયા યુદ્ધે ચડતા હોવાથી લોકોના જીવ જોખમમાં મુકાઇ જાય છે ત્યારે નગરપાલિકા દ્વારા જો રઝડતા ઢોરને પકડવા માટેની કામગીરીમાં ઝડપ નહિ લાવે તો આગામી સમયમાં રાહદારી કે અન્ય લોકો પણ વ્યક્તિ માટે આ રઝડતા ઢોર જીવલેણ બની શકે છે ગઇકાલે મોરબીમાં શનાળા રોડ પર અને કલેક્ટરના બંગલા પાસે ખુટિયા યુદ્ધે ચડતા લોકોમાં નાસભાગ મચી ગયેલ હતી જો કે, સદનસીબે કોઈએ ઇજા કે જાનમાલને નુકશાની થયેલ નથી જો કે, નિર્દોષ લોકો આ રઝડતા ઢોરની ઝપટે ચડે તે પહેલા પાલિકા દ્વારા લોકોની સલામતી માટે રસ્તા પર રઝડતા ઢોરને પકડવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે.

મોરબીમાં રઝડતા ખુટિયા કોઈપણ વિસ્તારમાં ગમે ત્યારે યુદ્ધે ચડે છે જેથી કરીને લોકોના જીવ જોખમમાં મુક્યા છે અને અગાઉ મોરબીના રવાપર રોડ સહિતના વિસ્તારોમાં આવા જ રઝડતા ઢોરે લોકોના જીવ લીધા હતા તેવા બનાવો બની ગયેલ છે આવા બનાવો ફરી પાછા ન બને તે માટે પાલિકા દ્વારા રઝડતા ઢોરને પકડવાની કામગીરીમાં ઝડપ લાવવામાં આવે તે જરૂરી છે ગઇકાલે મોરબીમાં કલેક્ટરના બંગલા પાસે બે ખુટિયા યુદ્ધે ચડ્યા હતા અને એકમેકને પડી દેવા માટે લડાઈ શરૂ કરી હત જેથી કરીને રસ્તા ઉપરથી પસાર થતાં લોકો પોતાના જીવના જોખમે આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા અને લગભગ એક કલાક સુધી આ ખુટિયાએ રોડ ઉપર આતંક મચાવ્યો હતો આ વીજ રીતે શનાળા રોડ પર પેટ્રોલ પંપ પાસે બે ખૂંટીયા યુદ્ધે ચડ્યા હતા અને અડધા કલાક સુધી દોડાદોડી કરતાં હોવાથી લોકોના જીવ પડિકે બંધાયા હતા અગાઉ હાઉસિંગ બોર્ડમાં સ્કૂલ પાસે ખૂંટીયા યુદ્ધે ચડ્યા હતા જેથી કરીને વિદ્યાર્થીઓએ સ અહિતના લોકોને પોતાના જીવ બચાવવા ભાગવું પડ્યું હતું જો કે, ત્યાં પડેલા વાહનોમાં આ ખૂંટીયાઓએ નુકશાની કરી હતી ત્યારે રઝડતા લોકો મોરબીમાં કોઇની માટે જીવલેણ સાબિત થાય તે પહેલા રઝડતા ઢોરને પકડવા માટે પાલિકા દ્વારા નક્કર આયોજન કરીને તેનો અમલ કરવમાં આવે તે જરૂરી છે.






Latest News