મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે વાડીએ પડેલ કારમાંથી 12 બોટલ દારૂ-216 બીયરના ટીન ઝડપાયા, 3.63 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ


SHARE







હળવદના માથક ગામે વાડીએ પડેલ કારમાંથી 12 બોટલ દારૂ-216 બીયરના ટીન ઝડપાયા, 3.63 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ

હળવદના માથક ગામની સીમમાં આવેલ વાડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કારમાંથી દારૂની 12 બોટલ અને બિયરના 216 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂનો જથ્થો અને કાર મળીને 3,63,120 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો જોકે, આરોપી સ્થળ ઉપર હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માથક ગામની સીમમાં વાઘજીભાઈ કોળીની વાડીએ દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સ્વિફ્ટ કાર નંબર જીજે 36 એફ 1508 મળી આવી હતી જે કારને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની12 બોટલ અને બિયરના 214 ટી મળી આવતા પોલીસે 63,120 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો અને 3 લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 3,63,120 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ મુદ્દામાલ આરોપી પિન્ટુ અશોકભાઈ બોરાણીયા રહે. માથક તાલુકો હળવદ વાળાનો હોવાનું સામે આવતા તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

5 બોટલ દારૂ સાથે પકડાયો

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટી સામેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની પાંચ બોટલ મળી આવતા પોલીસે 1250 રૂપિયાની કિંમતનો મુદ્દામાલને કબ્જે કર્યો હતો અને આરોપી પિયુષભાઈ કિરીટભાઈ દફતરી (42) રહે. વાવડી રોડ સુમતિનાથ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News