મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળીયા નજીક આર્ટિકાના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત


SHARE







હળવદના નવા દેવળીયા નજીક આર્ટિકાના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત

હળવદના નવા દેવળીયા ગામના પાટીયા પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા આધેડના બાઇકને આર્ટિકા કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં બાઈક ઉપર જઈ રહેલ શખ્સને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને કાર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી છૂટ્યો હતો જેથી હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા હિરેનકુમાર પ્રવીણભાઈ વરમોરા (28)એ આર્ટિકા કાર નંબર જીજે 10 ટીવાય 8101 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના પિતા નવા દેવળીયા ગામના પાટીયા નજીકથી મોરબી હાઇવે રોડ ઉપર પોતાનું બાઈક નંબર જીજે 36 જે 6139 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ફરિયાદીના પિતા પ્રવીણભાઈ વરમોરાના બાઇકને આરોપીએ તેની કારથી હેડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને આ બનાવમાં ફરિયાદીના પિતાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું અને કાર ચાલક પોતાની કાર સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.






Latest News