મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા કપડાં લેવા જતાં રાહદારી યુવાનનું મોત


SHARE













હળવદના સુસવાવ ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા કપડાં લેવા જતાં રાહદારી યુવાનનું મોત

હળવદના સુસવાવ ગામના પાટીયા પાસેથી યુવાન પગપાળા પસાર થઈ રહ્યો હતો દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતરાઈ ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામે ચંદુલાલ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા લાલસિંહ તોમર (24)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ તાલુકાના સુસવાવ ગામે તેઓના કાકાનો દીકરો રમેશભાઈ તોમર (40) ખેતીમાં મજૂરી કામ કરતો હતો અને અગાઉ તે રણજીતગઢ ગામે રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો જેથી ત્યાં તેના કપડાં પડ્યા હતા તે કપડાં લેવા માટે થઈને પગપાળા ચાલીને જઈ રહ્યો હતો દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે ગામના પાટીયા પાસે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ગંભીર રીતે ઇજા પામેલ રમેશભાઈ તોમરનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતરાઈ ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગાર

વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીના નાલા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સદ્દામભાઈ અલાઉદ્દીનભાઈ અંસારી (29) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર તથા મુકેશભાઈ મનુભાઈ કુંખાણીયા (40) રહે. જીનપરા વાંકાનેર વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે 1380 રૂપિયાની રોકડ તથા 2500 ની કિંમતનો એક મોબાઈલ આમ કુલ મળીને 3880 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેઓની પાસેથી સંજય દેવકરણભાઈ ડેડાણીયા રહે. બ્રાહ્મણ શેરી જીનપરા વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News