મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સત્યમ પાન વાળી શેરીમાં જુદીજુદી બે ઓફિસમાં દારૂની રેડ: 6 ગુના નોંધાયા !


SHARE







મોરબીમાં સત્યમ પાન વાળી શેરીમાં જુદીજુદી બે ઓફિસમાં દારૂની રેડ: 6 ગુના નોંધાયા !

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં જુદીજુદી બે ઓફિસમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે બંને ઓફિસમાંથી દારૂનો જથ્થો અને દારૂ પીધેલ હાલતમાં શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા 6 ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં લુહાર સમાજની વાડીની સામે બાલાજી નામની ઓફિસમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 500 એમએલ જેટલા દારૂના જથ્થા સાથે મિલનભાઈ ભરતભાઈ કંજારીયા (25) રહે. ભક્તિનગર-3 ની બાજુમાં સત્યમ પાનવાડી શેરી સનાળા રોડ મોરબી વાળો મળી આવતા પોલીસે 500 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને તેની સામે દારૂનો જથ્થાનો અને પીવાનો કેસ કર્યો હતો. અને આ જ ઓફિસમાંથી દિલીપભાઈ નરસીભાઈ સંઘાણી (38) રહે. હરબટીયાળી વાળો નશાની હાલતમાં મળી આવતા તેની સામે પણ પોલીસ દારૂ પીવાનો કેસ કરેલ છે. જયારે સત્યમ પાન વાળી શેરીમાં કેતન રેફ્રિજરેટર નામની દુકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ઉન્નતસિંહ હરિસિંહ ચાવડા (40) રહે. સનાળા રોડ સત્યમ પાન વાળી શેરી વિશ્વકર્મા પાર્ક મોરબી વાળાની ધરપકડ કરી હતી આ ઉપરાંત આ જ દુકાનમાંથી નશાની હાલતમાં સુનિલભાઈ મહેબુબભાઇ નાથાણી (34) રહે. શનાળા રોડ હાઉસિંગ બોર્ડ મોરબી તથા અંકિત ભટ્ટ (34) રહે.મોરબી મળી આવતા પોલીસે તે ત્રણેય સામે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News