મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

હળવદના સુખપર ગામે વાડીમાંથી 99 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા


SHARE







હળવદના સુપર ગામે વાડીમાંથી 99 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા

હળવદના સુપર ગામની સીમમાં નર્મદાની કેનાલ પાસે આવેલ વાડીમાં દારૂનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને 99 બોટલો મળી આવતા દારૂ અને વાહન સાથે 43,900 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે આરોપીની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સુખપર ગામની સીમમાં નર્મદાની કેનાલ પાસે આવેલ ભાવસંગભાઈ ગોહિલની વાડીએ દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 95 તથા મોટી 4 આમ કુલ મળીને 99 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 13,900 ની કિંમતનો દારૂનો જથ્થો તથા દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું એકટીવા જેની કિંમત 30,000 રૂપિયા આમ કુલ મળીને 43,900 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ભાવસંભાઈ અભેસંગભાઈ ગોહિલ (30) અને યુવરાજભાઈ ભુપતભાઈ મકવાણા (27) રહે. બંને સુખપર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે અને આ બંને શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ત્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

ત્રણ બોટલ દારૂ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીર આશ્રમથી આગળ કેનાલ પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેવી પાસેથી દારૂની નાની ત્રણ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 900 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી યુસુફભાઈ હાજીભાઈ દલવાણી (40) રહે. જોન્સનગર લાતી પ્લોટ શેરી નંબર 12 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News