મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બોલેરોમાં ચોરખાનુ બનાવી બીયરના જથ્થાની હેરાફેરી: LCB ની ટીમે 17.19 લાખના મુદામાલ સાથે ત્રણને દબોચ્યા


SHARE







વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ રાણેકપર ગામના બોર્ડ પાસેથી બોલેરો પીક ગાડી પસાર થઇ રહી હતી જેને રોકીને એલસીબીની ટીમે ચેક કરી હતી ત્યારે તેમા બનાવવામાં આવેલ ચોર ખાનામાંથી બિયરનો જંગી જથ્થો મળી આવેલ હતો જેથી પોલીસે 1680 બિયરનૈ ટીન મળી આવ્યા હતા જેથી 3,69,600 નો બિયર સહિત કુલ 17,19,600 ના મુદામાલ સાથે ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા અને એક શખ્સનુ નામ સામે આવ્યુ છે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેક તાલુકામાં બોલેરો ગાડીમાં દારૂનો જથ્થો ભરીને પસાર થવાનો છે તેવી હકીકત મળી હતી જેથી કરીને વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના બોર્ડ પાસે વોચ રાખવામાં આવી હતી અને ત્યારે મળેલ બાતમી મુજબની બોલેરો ગાડી નંબર જીજે 36 વી 8323  વાળીમાં પસાર થઈ હતી જે ગાડીનું પાયલોટીંગ સ્કોર્પિયો ગાડી નંબર જીજે  36 એજે 3900 કરતી હતી અને વાંકાનેર બાઉન્ડ્રી બાજુથી આ બોલેરો ગાડી મોરબી તરફ આવી રહી હતી દરમિયાન બોલેરો ગાડીને રાણેકપર ગામના બોર્ડ પાસે રોકવામાં આવતા ઘર વપરાશના સામાનની આડમાં ચોરખાનું બનાવીને બિયરના જથ્થાની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ગાડીમાંથી 1680 બિયરના ટીન કબ્જે કર્યા હતા અને બિયર તથા બે વાહન મળીને કુલ 17,19,600 થી વધુની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી કલ્પેશ જયંતીભાઇ અઘારા, કલ્પેશભાઇ ઉર્ફે બાબો જેઠાભાઇ કલોતરા અને યોગેશભાઇ શનાભાઇ સીસા રહે. ત્રણેય જુના દેવળીયા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી વિજયભાઇ જયંતીભાઇ અધારા રહે. જુના દેવળીયા તાલુકો હળવદ વાળાનું નામ સામે આવેલ છે જેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સોની સામે નામ જોગ ગુનો નોંધીને તપાસમાં જેના નામ સમાવે તે આરોપીઓને પકડવા માટે થઈને સ્થાનિક પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ કામગીરી મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News