મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી માનવતાની સેવા દ્વારા પિતૃ તૃપ્તિ


SHARE







મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી માનવતાની સેવા દ્વારા પિતૃ તૃપ્તિ

હિંદુ પરંપરા મુજબ શ્રાદ્ધ પર્વ દરમિયાન પોતાના પિતૃઓની યાદમાં તૃપ્તિદાયક કાર્ય કરવું એ પવિત્ર કર્તવ્ય માનવામાં આવે છે. ખાસ કરીને ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન કરાવવું પિતૃ તૃપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. 

“ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવું એ સર્વોત્તમ દાન છે.” આ માન્યતાને ધ્યાનમાં રાખીને જ મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા આ અન્નદાન સેવા કાર્ય કરવામાં આવ્યું હતુ.જેમા લીલાપર રોડ શમશાન આગળની ઝૂંપડપટ્ટી તથા માર્ગમાં આવેલી અન્ય ઝૂંપડપટ્ટીમાં રહેતા આર્થિક રીતે નબળા લોકોને અન્નદાન કરવામાં આવ્યું હતુ.આ સેવા અંતર્ગત  જરૂરિયાતમંદોને ભોજન કરાવવામાં આવ્યું હતું.મુસ્કાન વેલ્ફેર સોસાયટી-મોરબી સતત આવી માનવ સેવા કાર્યો દ્વારા સમાજમાં સેવા અને સંવેદનાનું બીજ વાવવાનું કાર્ય કરી રહી છે.






Latest News