ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સેમિનારનું આયોજન


SHARE







મોરબી મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સેમિનારનું આયોજન

મોરબી શહેરી વિસ્તારમાં જે બાંધકામ કરવામાં આવે છે તેના માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન લોકોને મળે તે હેતુ સાથે મોરબીમાં મહાપાલિકા દ્વારા ટાઉન પ્લાનિંગ શાખાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને શનિવારે આ સેમિનાર ઈસ્ટ ઝોન ઓફિસ ખાતે યોજાશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા તા.20 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:00 વાગ્યે મોરબી મહાપાલિકાની ઈસ્ટ ઝોન ઓફિસ ખાતે ટાઉન પ્લાનિંગ શાખાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સેમિનારમાં વિકાસ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી, ગ્રુડા, અન્ય ટાઉન પ્લાનિંગ તથા ફાયર એનઓસી સંબંધિત કામગીરીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. મોરબી શહેરમાં ટાઉન પ્લાનિંગ સંબંધિત કામગીરી કરતા તમામ એન્જિનિયરો, આર્કિટેક્ટ્સ તથા પી.ઓ.આર.ને ઉપસ્થિત રહી માર્ગદર્શનનો લાભ લેવા મોરબી મહાનગરપાલિકાના નગર નિયોજક દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.






Latest News