મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે 10 લાખ વૃક્ષનું વાવેતર કરીને મોરબીએ સૌથી મોટી ભેટ આપેલ છે: ભુપેન્દ્રભાઈ પટેલ


SHARE







વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે 10 લાખ વૃક્ષનું વાવેતર કરીને મોરબીએ સૌથી મોટી ભેટ આપેલ છે: ભુપેન્દ્રભાઈ પટેલ

મોરબીના જોધપર ગામ પાસે પાંજરાપોળની 1200 વીઘા જમીન ઉપર બનાવવામાં આવેલ નમો વન નું આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર ભારત દેશની અંદર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમોમાં મોરબીએ સૌથી મોટી ભેટ નરેન્દ્ર મોદી અને પર્યાવરણને આપી છે તેવો ભાવ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારત દેશની અંદર અનેકવિધ કાર્યક્રમના આયોજનો કરવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને સેવાકીય કામો કરીને લોક ઉપયોગી બનીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મોરબી પાંજરાપોળની 1200 વીઘા જેટલી જમીનમાં નમો વન મિયાવાકી પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે અને ત્યાં દસ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ નમો વન નું આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ત્યારે વન મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, સાંસદ ચંદુભાઈ સિહોરા અને  કેસરીદેવસિંહ ઝાલા તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા અને પ્રકાશભાઈ વરમોરા, માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા અને જયંતિભાઈ કવાડીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા તેમજ રણછોડભાઈ દલવાડી સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા અને મુળુભાઈ બેરા તેમજ કાંતિભાઈ અમૃતિયા દ્વારા સભામાં પ્રસંગિક સંબોધન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોરબીના આંગણે જે નમો વન નું લોકાર્પણ કર્યું તેને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે “દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્યાવરણના જતનનો આગ્રહ રાખતા હોય છે ત્યારે દસ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરીને નરેન્દ્ર મોદીના જન્મદિવસે મોરબીએ સૌથી મોટી ભેટ નરેન્દ્ર મોદીને આપી છે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી અને ખાસ કરીને તેમણે કહ્યું હતું કે કોવિડના સમયમાં આપણે સહુ કોઈ જાણ્યું હતું કે, પર્યાવરણ અને ઓક્સિજનની શું કિંમત છે અને છેલ્લા વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે દેશમાં વરસાદની સિસ્ટમ સતત ચેન્જ થઈ રહી છે અને જે વિસ્તારમાં વરસાદ પડે ત્યાં પળવારમાં હતું ન હતું થઈ જાય છે. તે આપણે સહુ જાણીએ છીએ.

જેથી તેઓએ કહ્યું હતું કે, વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય તેમજ વધુમાં વધુ ગ્રીનરી વધે તેના માટે થઈને સમગ્ર ભારત દેશની અંદર જે કામ કરવામાં આવે છે તેમાં ગુજરાત સૌથી સારું કામ કરી રહ્યું છે અને તેના જ માટે ગુજરાતના તમામ ધારાસભ્યોને તેઓના વિસ્તારમાં કેચ ધ રેન એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ વધુમાં વધુ થાય તેના માટે થઈને વધારાની 50-50 લાખ રૂપિયાની ગ્રાન્ટો પણ આપવામાં આવી છે. અને આજ દિવસ સુધીમાં ગુજરાતમાં કુલ મળીને 80 જેટલા વડ વન બનાવવામાં આવ્યા છે. અને અંતમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશી અપનાવાની વાત કરે છે ત્યારે ટેરિફ સામે ટકી રહેવા માટે ભારતના અને ગુજરાતના તમામ લોકોએ સ્વદેશી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ.






Latest News