હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ


SHARE











વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ

વાંકાનેરમાં નવાપરા પંચાસર રોડ ઉપર જય ગોપાલ ડેરી ફાર્મમાંથી રોકડા રૂપિયા 1.94 લાખ તથા ડેરીની ચેકબુક અને બિલ ભરેલ થેલાની ચોરી કરવામાં આવી હતી જેથી અજાણ્યા શખ્સ સામે ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ચોરીમાં ગયેલ રોકડ સહિતના મુદામાલ સાથે આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેરના જેતપરડા ગામે રહેતા લીંબાભાઇ કરસનભાઈ સરૈયા (45)એ અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ તેઓની જય ગોપાલ ડેરી ફાર્મ ખાતે થેલામાં રોકડા રૂપિયા 1.94 લાખ તથા બિલ બુક અને જય ગોપાલ ડેરી ફાર્મની બેકની ચેકબુક ભરેલ હતી જે થેલાની ડેરીમાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નજર ચૂકવીને ચોરી કરી લેવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી તેવામાં હસનપર બ્રિજ પાસેથી પંચાસર તરફ જવાના રસ્તા પાસે એક શંકાસ્પદ હાલતમાં ઉભેલ હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને તેની પૂછપરછ કરી હતી અને તેની પાસેનો થેલો ચેક કર્યો હતો ત્યારે તેમાંથી રોકડા રૂપિયા 1.94 લાખ તથા બિલ બુક અને જય ગોપાલ ડેરી ફાર્મની બેકની ચેકબુક મળી આવી હતી જેના કબ્જે કરી હતી અને આરોપી આફતાબ હસનભાઇ બેલીમ (25) રહે. હાલ હસનપર મૂળ રહે. નાની વાવડી ગામ તાલુકો ગરીયાધાર વાળાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News