મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશમાં વધી રહેલ મેદસ્વિતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.તેમના દ્વારા દેશના લોકોને કરવામાં આવેલી મેદસ્વિતા મુક્તિની અપીલના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા 'સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫ માં જન્મદિવસ નિમિતે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત' અભિયાન અંતર્ગત, તા.૧૭ સપ્ટેમ્બર થી પૂરા ગુજરાતમાં મેદસ્વિતા મુક્તિ માટેના ૭૫ વિશેષ કેમ્પ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં મોરબીના ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, ખાતે આ મેદસ્વિતા મુક્તિ માટેનો વિશેષ ૩૦ દિવસીય યોગ કેમ્પ તા. ૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ સુધી દરરોજ સવારે ૦૬:૩૦થી ૦૮:૦૦ દરમિયાન યોજાનાર છે. વધુ વજન અને ચરબી ધરાવતા લોકો, શરીર અને મનનું સવાસ્થ મેળવવા રજિસ્ટ્રેશન https://forms.gle/JpEzUTWATiWsMP6y6 લિંક દ્વારા અને આપની નજીકના વિસ્તારમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિઃશુલ્ક યોગ વર્ગ ચલાવતા યોગ ટ્રેનર મિત્રો, નવા યોગ ટ્રેનર બનવા ઇચ્છતા લોકોને તાલીમ આપતા યોગ કોચ મિત્રો અને મોરબી જિલ્લાનું સંકલન સંભાળતા જિલ્લા કોર્ડીનેટરના માધ્યમથી કરી શકાશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મોરબી જિલ્લામાં ચાલતી પ્રવૃત્તિ અંગે અને આ વિશેષ કેમ્પ બાબતે વધુ માહિતી માટે મોરબી જિલ્લા કોર્ડીનેટર દેવાંશ્રીબેન પરમારના મોબાઈલ નંબર 9033643781 પર સંપર્ક કરી શકાશે તેવું ઝોન કોર્ડીનેટર વંદનાબેન રાજાણીએ જણાવ્યુ છે.






Latest News