મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

હળવદના ચંદ્રગઢ ગામ પાસે કેનાલના પાણીમાં ડૂબી જવાથી તરૂણ સહિત બે વ્યક્તિના મોત


SHARE







હળવદના ચંદ્રગઢ ગામ પાસે કેનાલના પાણીમાં ડૂબી જવાથી તરૂણ સહિત બે વ્યક્તિના મોત

હળવદના ચંદ્રગઢ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં તરુણ પાણી ભરવા માટે ગયો હતો ત્યારે તેનો પગ લપસ જવાથી તે પાણીમાં ડૂબી ગયો હતો જેને બચાવવા માટે યુવાને પાણીમાં ઝંપલાવ્યું હતું જોકે, કેનાલમાં પાણી વહેતું હોવાના કારણે બંને પાણીમાં ડૂબી ગયા હતા જેથી આ બનાવમાં તરુણ સહિત કુલ બે વ્યક્તિના મોત નીપજ્યા છે જે બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં કાંતિલાલ મીઠાભાઈ કંઝરિયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી હિતેશભાઈ ભાવેશભાઈ રાઠવા (15) અને અશ્વિનભાઈ સંજયભાઈ રાઠવા (23) નામના બે વ્યક્તિનું ચંદ્રગઢ ગામ પાસેથી પસાર થતી પાણીની કેનાલમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું છે. જેથી કરીને તે બંનેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની અતુલભાઇ સોમસિંગભાઈ રાઠવા (27) રહે. ખરમડા ગામ જીલ્લો છોટાઉદેપુર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ચંદ્રગઢ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં હિતેશભાઈ રાઠવા નામનો 15 વર્ષનો તરુણ પાણી ભરવા માટે ગયો હતો ત્યારે પગ લપસ જવાથી તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેને બચાવવા માટે અશ્વિનભાઈ સંજયભાઈ રાઠવાપાણીમાં ઝંપલાવ્યું હતું જોકે, કેનાલમાં પાણી વહેતું હોવાના કારણે બંને પાણીમાં ડૂબી ગયા હતા અને તે બંનેનું મોત નીપજયું હતું.






Latest News