મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી આર્યાતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા ચેકઅપ-સારવાર કેમ્પનું આયોજન


SHARE







મોરબી આર્યાતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા ચેકઅપ-સારવાર કેમ્પનું આયોજન

વિશ્વ ફિઝિયોથેરાપી દિવસે વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આર્યાતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા મફત ચેકઅપ તથા સારવાર કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પ સોમવારને તા. 8 સપ્ટેમ્બર ના રોજ યોજાશે. આ ખાસ કેમ્પનું આયોજન સંસ્થાની બંને ઓપીડીમાં કરવામાં આવશે.

મોરબીના લક્ષ્મીનગર પાસે આવેલ કેમ્પસ સ્થિત ઓપીડી તેમજ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ આર્યાતેજ ફિઝિયોથેરાપી ક્લિનિકનો સમાવેશ થાય છે. કેમ્પનો સમય સવારે 9:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી રહેશે. આ કેમ્પમાં લોકોને મફત ફિઝિયોથેરાપી ચેકઅપ સાથે સારવારની સુવિધા આપવામાં આવશે. કેમ્પમાં જોડાવવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. અને ઇચ્છુક લોકો 9512410099 પર સંપર્ક કરી પોતાની એપોઇન્ટમેન્ટ બુક કરવી શકે છે. અને સંસ્થા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્ય જાગૃતિ ફેલાવવા માટે નવા સાદુકા ગામ નજીક મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક લોકોને નિદાન, જાગૃતિ અને સારવારનો લાભ મળશે. જેથી મોરબીના લોકોએ તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને કેમ્પનો લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.






Latest News