મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ટંકારાના ઘૂનડા ગામે વાડી ભાગમાં વાવવા રાખનાર યુવાન અને તેના ભાઈને ચાર શખ્સોએ મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







ટંકારાના ઘૂનડા ગામે વાડી ભાગમાં વાવવા રાખનાર યુવાન અને તેના ભાઈને ચાર શખ્સોએ મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી

ટંકારા તાલુકાના ઘૂનડા ગામે યુવાને વાડી ભાગમાં વાવવા માટે રાખી હતી અને તે યુવાન અને તેના ભાઈને ગૌશાળાના કામે લઈ જતા હતા જેથી કરીને યુવાને ગૌશાળાનું કામ કરવાની ના પાડતા તે વાડી વાળાને સારું લાગ્યું ન હતું જેથી કરીને તેણે યુવાનને સામાન ભરીને ઘરે જતા રહેવા કહ્યું હતું અને ત્યારે યુવાને ઉપજનો ભાગ માંગતા તે વાડી વાળાને સારું ન લાગતા ચાર વ્યક્તિઓ દ્વારા યુવાનને તેના ભાઈને ગાળો આપવામાં આવી હતી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યા હતા અને લાકડી વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ઘૂનડા ગામે અરવિંદભાઈ પટેલ ની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મડિયાભાઈ પ્રતાપભાઈ મખોડ (29) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હરેશભાઈ જગાભાઈ પટેલ, જગાભાઈ જસમતભાઈ પટેલ રહે. બંને ઘૂનડા તથા અજાણ્યા બે શખ્સો આમ કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીના મોટાભાઈ સરદારભાઈએ હરેશભાઈ પટેલની વાડી ભાગમાં વાવવા માટે રાખી છે અને હરેશભાઈ તેને અવારનવાર ગૌશાળાના કામ માટે લઈ જતા હતા જેથી કરીને ફરિયાદીના ભાઈએ ગૌશાળાનું કામ કરવાની ના પાડતા હરેશભાઈએ તેને સામાન ભરીને ઘરે જતા રહેવા માટે તેને કહ્યું હતું અને ત્યારે ફરિયાદીના ભાઈ સરદારભાઈએ વાડીની ઉપજમાં ભાગ માંગતા તે વાડી વાળાને સારું લાગ્યું ન હતું જેથી કરીને ફરિયાદી અને તેના ભાઈને ગાળો આપી હતી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને ચારેય શખ્સોએ લાકડી વડે ફરિયાદી તથા તેના ભાઈને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તાજવીજ શરૂ કરેલ છે






Latest News