મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના કેરાળા (હ) ગામ પાસે કારખાનામાં લોડરનું કામ કરતા સમયે તરુણને માથામાં અને શરીરે ઇજા થતા મોત: માટેલ રોડ કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE











મોરબીના કેરાળા (હ) ગામ પાસે કારખાનામાં લોડરનું કામ કરતા સમયે તરુણને માથામાં અને શરીરે ઇજા થતા મોત: માટેલ રોડ કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

મોરબી તાલુકાના કેરાળા (હ) ગામ પાસે આવેલ કારખાનામાં ટ્રેક્ટર લોડરના ટાયરનું કામ કરતા હતા દરમિયાન માથામાં અને શરીર થવાથી 17 વર્ષના તરુણને ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવવાની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના કેરાળા (હ) ગામની સીમમાં આવેલ સ્પીરોન કલે એલએલપી કારખાનાની લેબર કોલોની માં રહેતા દિલીપભાઈ રતના ઉર્ફે રતનસિંહ પાલ (40) નો 17 વર્ષનો દીકરો વિશાલ દિલીપભાઈ પાલને કારખાનામાં ટ્રેક્ટર લોડર નંબર જીજે 36 એસ 3021 ના ટાયરનું કામ ચાલુ હતું દરમિયાન  માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તે તરુણ નું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતક તરુણના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં મોત

મૂળ ઓડિશાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર લીઝોન સીરામીક નામના કારખાનાના કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા માતલસિંગ મગનસિંગ આદિવાસી (31) નામનો યુવાન કારખાનામાં હતો દરમિયાન તેને કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગતા તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃત દેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News