મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના પ્રમુખોએ કરી પોલીસ અધિક્ષકની શુભેચ્છા મુલાકાત: મહત્વપૂર્ણ પ્રશ્નોની થઈ ચર્ચા


SHARE











મોરબી સિરામિક એસો.ના પ્રમુખોએ કરી પોલીસ અધિક્ષકની શુભેચ્છા મુલાકાત: મહત્વપૂર્ણ પ્રશ્નોની થઈ ચર્ચા

મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજ આરવડિયા, હરેશ બોપલિય, સંદીપ કુંડારિયા, અજય મારવાણિયા મોરબીના નવા નિયુક્ત પોલીસ અધિક્ષક મુકેશ પટેલની શુભેચ્છા મુકલતે પહોચ્યા હતા અને મોરબી શહેર તથા સિરામિક ઉદ્યોગને લગતા અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને છેલ્લા સમયગાળામાં ઉદ્યોગપતિઓ અને કંપનીઓ સાથે રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખોટા થયેલ પેમેન્ટ અને ફ્રોડના કેસો સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે પોલીસ વડા મુકેશ પટેલે તમામ મુદ્દાઓને ગંભીરતાપૂર્વક સાંભળ્યા હતા અને પોલીસ વિભાગ તરફથી પૂરતો ન્યાય અને સહયોગ મળશે તેવો વિશ્વાસ આપ્યો હતો. મોરબી સિરામિક ઉદ્યોગ દેશના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને હજારો લોકોને રોજગાર પણ પૂરો પાડે છે. આવા ઉદ્યોગને સુરક્ષિત અને વિશ્વસનીય માહોલ મળે તે માટે મોરબી સિરામિક એસો.  સતત પ્રયાસશીલ છે.






Latest News