મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

સીન વિખાઈ ગયા !: મોરબી નજીક હવામાં ફાયરિંગ કરી વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર શખ્સની ધરપકડ


SHARE







સીન વિખાઈ ગયા !: મોરબી નજીક હવામાં ફાયરિંગ કરી વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર શખ્સની ધરપકડ

વર્તમાન સમયમાં ફટકડી રાખવાનો અને ફટકડી ફોડવાનો શોખ લોકોમાં વધતો જાય છે આટલું જ નહીં પરંતુ તેના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવે છે આવી જ રીતે મોરબીમાં ફટકડીથી હવામાં ફાયરિંગ કરીને તેનો વિડીયો બનાવેલ હતો જે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો જેથી મોરબી એસઓજીની ટીમ દ્વારા હાલમાં તે શખ્સ પાસેથી હથિયાર, કાર્ટિ અને મોબાઈલ ફોન મળીને 75,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીની ધરપકડ કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગોપાલ સોસાયટીમાં શિવ મંદિર પાસે રહેતા રણવિજયકુમાર કાર્તિકલાલ શાહ (45) નામના યુવાને મોરબીના લાલપર ગામ પાસે ઇન્કમટેક્સ ઓફિસની પાછળના ભાગમાં આવેલ કુમાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે કામ કરતા માણસોની હાજરીમાં પોતાના પરવાના વાળા હથિયારમાંથી ગત 15 મી ઓગસ્ટના રોજ હવામાં ફાયરિંગ કર્યું હતું અને તે વિડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો જેના આધારે મોરબી જિલ્લા સમાજમાં ભય ફેલાવનાર આ શખ્સની એસઓજીની ટિમ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પાસેથી 50,000 ની કિંમતની પિસ્તોલ, 400 રૂપિયાની કિંમતના ચાર જીવતા કાર્ટીઝ તથા 25,000 ની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને 75,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને રણવિજયકુમાર શાહની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News