મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે રહેતા યુવાનને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ મોત નીપજયું


SHARE







મોરબીના લીલાપર રોડે રહેતા યુવાનને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ મોત નીપજયું

મોરબી શહેરના લીલાપર રોડ ઉપર રહેતા યુવાનને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ તેનું ઘરે જ મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ખાડિયામા વિસ્તારમાં રહેતો યુવાન પોતાના ઘરે હતો ત્યારે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને રાકેશભાઈ ફકરૂભાઈ મહિડા (ઉંમર ૩૬) નું ઘરે જ મૃત્યુ નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

હાર્ટ એટેકથી મોત

મોરબીના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાસે આવેલ જાહેર સૌચાલય પાસે ટંકારા તાલુકાના ઘુનડા ગામે રહેતા હરજીભાઈ પોલાભાઈ પાટડીયા જાતે કોળી (ઉંમર ૫૫)નું હાર્ટ એટેકના લીધે મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News