મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ચૂંટણી દરમિયાન મનસ્વીપણે લાઉડસ્પીકર વગાડવા ઉપર પર પ્રતિબંધાત્મક


SHARE







મોરબીમાં ચૂંટણી દરમિયાન મનસ્વીપણે લાઉડસ્પીકર વગાડવા ઉપર પર પ્રતિબંધાત્મક

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે ચૂંટણી સમય દરમ્યાન રાજકીય પક્ષ, ઉમેદવારો કે કાર્યકરો ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરતા હોય છે.ખૂબ ઊંચા અવાજે પ્રચાર કરતા લાઉડસ્પીકરોના ઉપયોગને કારણે ખૂબ જ ધ્વનિ પ્રદુષણ થાય છે અને આમ જનતાની શાંતીમાં ખલેલ પહોંચે છે જેથી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લાઉડસ્પીકરોનો બેફામપણે અને મનસ્વી રીતે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.

જાહેરનામા અનુસાર કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવીને સવારના ૬ કલાકથી રાત્રીના ૧૦ કલાક સુધી જ થઈ શકશે.ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા કોઈપણ પ્રકારના વાહનો પર સક્ષમ અધિકારીની નિયમોનુસારની પરવાનગી મેળવ્યા સિવાય ચૂંટણી પ્રચાર અર્થે કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર મુકી શકાશે નહીં અને પરવાનગી મેળવેલ વાહનો દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સંબંધિત ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારી પાસેથી તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ સક્ષમ અધિકારી પાસેથી નિયત નમુનામાં અરજી કરીને વાહન પરમીટ પ્રથમ લેવાની રહેશે તથા વાહન પરમીટ હુકમમાં જણાવેલ તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરના ઉપયોગ માટે પરવાનગી મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનાર તે વિસ્તારના પોલીસ મથકને અને સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીને તથા મદદનીશ ચૂંટણી અધિકારીને ઉપયોગ કરતા પહેલા લેખિતમાં જાણ કરવાની રહેશે.લેખિત પરવાનગી વગર કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે તો, ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર તથા લાઉડસ્પીકર મુકવા માટે ઉપયોગમાં લેવાયેલ તમામ સાઘનો કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે, કોઈપણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના ૪૮ કલાક પહેલાના સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં.






Latest News