મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રામ પંચાયત ચૂંટણીના પ્રચાર માટે ઇલેકટ્રોનિક મીડિયામાં જાહેરાત આપવા અંગે સરકારી ફરમાન


SHARE











મોરબીમાં ગ્રામ પંચાયત ચૂંટણીના પ્રચાર માટે ઇલેકટ્રોનિક મીડિયામાં જાહેરાત આપવા અંગે સરકારી ફરમાન

અરજી જિલ્લા કક્ષાની મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીના સભ્ય સચિવ અને નિવાસી અધિક કલેકટરને અરજી કરવાની રહેશે

મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા મોરબી જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણીને ધ્યાને લઇ ટેલિવિઝન ચેનલ અને કેબલ નેટવર્ક ઉપર જાહેરાત આપવા નોંધાયેલ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારને તેમની જાહેરાત ટેલીકાસ્ટનના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અરજી કરવા જણાવ્યું છે.  

આ અંગે પ્રસિધ્ધ થયેલ જાહેરનામા પ્રમાણે પ્રવર્તમાન ચૂંટણી દરમિયાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ઉમેદવારના ટેકેદારો તરફથી ઇલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી પ્રસારણ સ્થાનિક કંટ્રોલરૂમથી તથા ટીવી ચેનલના રાજય, આંતર રાજય કે આંતરરાષ્ટ્રીય તેમજ એફ.એમ.અને એ.એમ. રેડીયો નેટવર્કથી કરવામાં આવે છે. હાલમાં આ નેટવર્કના નિયંત્રણ માટે કેબલ ટેલીવીઝન (વિનિયમન) અધિનિયમ-૧૯૯૫ તથા કેબલ ટેલીવીઝન (વિનિયમો) નિયમો-૧૯૯૪ અમલમાં છે. જે મુજબ જાહેરાત નિયત કરેલ આચારસંહિતાને અનુરૂપ હોય તે સિવાય કોઈપણ વ્યક્તિ કોઇ જાહેરાત પ્રસારીત કે પુનઃપ્રસારિત કરી શકે નહીં. ભારતના ચૂંટણી પંચે ચૂંટણીઓ નિષ્પક્ષ, તટસ્થ, શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા કોઇ પક્ષ કે સંસ્થા કે ઉમેદવારની તરફેણ કે વિરુદ્ધમાં કે ચૂંટણી પંચે જાહેર કરેલ આદર્શ આચારસંહિતાની જોગવાઇઓ વિરુદ્ધ કોઈપણ ચૂંટણી વિષયક જાહેરાત ઇલેકટ્રોનીકના માધ્યમથી કરવામાં ન આવે તે માટે સંવિધાનની કલમ-૧૪૨ હેઠળની સતાનો ઉપયોગ કરીને નામદાર સુપ્રીમ કોર્ટે આદેશાત્મક જોગવાઇ કરેલ છે.

જે અન્વયે નોંધાયેલ રાજકીયપક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારે તેમની જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અને બીજી કોઈ વ્યક્તિ અથવા બિન નોંધાયેલ રાજકીયપક્ષો, સંસ્થા વગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા સાત દિવસ અગાઉ અરજી કરવાની રહેશે. ઇલેકટ્રોનિક ફોર્મમાં સુચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણિત કરેલ બે નકલ અરજી સાથે જોડવાની રહેશે. આવી જાહેરાત, જીંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટસ વગેરેનું સર્ટીફીકેશન મેળવવા માટેની અરજી જિલ્લા કક્ષાની મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટીના સભ્ય સચિવ અને નિવાસી અધિક કલેકટર મોરબીને કરવાની રહેશે.






Latest News