મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના પ્રભુનગર નજીક ગેરેજ ધરાવતા યુવાનને છરી બતાવીને મારી નાખવાની ધમકી


SHARE







ટંકારાના પ્રભુનગર નજીક ગેરેજ ધરાવતા યુવાનને છરી બતાવીને મારી નાખવાની ધમકી

ટંકારાના મીતાણા ગામ પાસે પ્રભુનગર નજીક ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર આવેલ બાલાજી ઓટો ગેરેજનો માલિક પોતાના ગેરેજે હાજર હતા ત્યારે કારમાં આવેલા શખ્સે તેને ગાળો આપી હતી અને પેન્ટના નેફામાંથી છરી કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા અને મીતાણા ઓવરબ્રિજ પાસે પ્રભુનગર નજીક બાલાજી ઓટો ગેરેજ નામનું સર્વિસ સ્ટેશન ચલાવતા હિતેશભાઈ તળશીભાઇ ઢેઢી (49)ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાગરભાઇ લાખાભાઈ બસિયા રહે. મીતાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ હતું કે, ફરિયાદી પોતે પોતાના ગેરેજે હાજર હતા ત્યારે આરોપી ત્યાં ફોરવિલ ગાડીમાં આવ્યો હતો અને ફરિયાદીને ગાળો આપી હતી અને પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢીને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News