મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અંજીયાસર ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબીની રેડ: 1400 લિટર આથો-400 લિટર દારૂ સહિત 1.15 લાખનો મુદામાલ કબ્જે


SHARE











માળીયા (મી)ના અંજીયાસર ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબીની રેડ: 1400 લિટર આથો-400 લિટર દારૂ સહિત 1.15 લાખનો મુદામાલ કબ્જે

માળીયા મીયાણા તાલુકાના અંજિયાસર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1400 લિટર આથો તથા તૈયાર 400 લીટર દેશી દારૂ મળી આવેલ હતો જેથી પોલીસે 1,15,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી હાજર ન હોય માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા તાલુકાના અંજીયાસર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે મહદહનીફભાઈ ભટ્ટીની દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1400 લીટર આથો તથા 400 લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 1,15,000 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહમદહનીફભાઈ કાદરભાઈ ભટ્ટી રહે. દરબારગઢ પાછળ માળિયા મીયાણા વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News