મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે સરપંચ માટે ઉમેદવાર ન મળ્યો ? હવે સભ્યો માટે મતદાન થશે


SHARE





ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે સરપંચ માટે ઉમેદવાર ન મળ્યો ? હવે સભ્યો માટે મતદાન થશે

એક ગામમાં સમરસ માટેની મિટિંગમાં સર્વાનુમતે સરપંચ પદ માટે ઉમેદવાર નકકી કરીને જાહેર કરવામાં આવે તે પહેલાં એક જુથે રાતોરાત પેનલ ઉતારી દેતા દેકારો બોલી ગયો હતો. ટંકારા તાલુકાના ૪૨ ગામડામાં પંચાયત ચૂંટણીમાં ૧૦ સંપુર્ણ અને ૧૦ અંશત: મળી કુલ ૨૦ ગામડા સમરસ જાહેર હવે ૨૨ ગામડામાં ચુંટણી જંગ જામશે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ટંકારા તાલુકાના ૪૨ ગામ પંચાયતમાથી સરપંચ માટે ૯૮ ઉમેદવારો નોંધાયા હતા જેમાં ચકાસણી વખતે ૧ ફોર્મ રદ થયું હતું અને ૩૧ ઉમેદવારે ગઈ કાલે સરપંચ બનવાનુ માંડીવાળીને ફોમ પરત ખેંચી લીધી હતી..! તો ૨૦ ગામોના સરપંચ અને સભ્યો સામે એક પણ ફોર્મ નહી આવતા તે ગામડા સમરસ જાહેર થયા હતા.હવે બાકી રહેલ ૨૨ ગ્રામ પંચાયતના સરપંચ માટે ૪૬ મુરતિયા મેદાનમાં છે અને સભ્યો માટે ૨૪૮ હરીફો ચુંટણી લડી રહ્યાં છે.આજે નિશાન ફાળવણી થશે અને મતદારોને રીઝવવા પ્રચાર બનશે વેગવંતો થશે.

છેલ્લે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હમીરપર, સખપર, જોધપર ઝાલા, ખાખરા, નેસડા સુરજી, મબેન્દ્રપુર, મેઘપર, વાઘગઢ, મોટા ખીજડીયા અને રાજાવડલા સહિત ૧૦ પંચાયતો હાલ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. જ્યારે અન્ય પંચાયતો અંશત: બીન હરીફ થયેલ છે તેમા જોઈએ તો કલ્યાણ, હડમતીયા, દેવળીયા, ધ્રોલીયા, વીરવાવ, વાછકપર, ઉમિયાનગર, નેસડા ખાનપર, ઘુનડા ખાનપર અને લખધીરગઢ પંચાયતો અંસત: સમરસ જાહેર થઇ છે.




Latest News