મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં મારા પૈસા કેમ આપતો નથી કહીને યુવાન ઉપર હુમલો


SHARE







મોરબીમાં મારા પૈસા કેમ આપતો નથી કહીને યુવાન ઉપર હુમલો

મોરબીમાં નાની વાવડી ગામે રહેતા યુવાન ઉપર એક ઇસમે "મારા પૈસા કેમ આપતો નથી..?" તેમ કહીને બોલાચાલી કર્યા બાદ ઢીકાપાટુ વડે તેમજ લાકડાના બડીકા વડે હુમલો કર્યો હતો જે અંગે ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાવડી ગામે મારૂતિનગર શેરી નંબર-૨ માં રહેતો રાકેશ મિલનભાઈ રામાવત નામનો ૩૪ વર્ષીય યુવાન જતો હતો ત્યાતે તેને મોરબીના વાઘપરા મેઈન રોડ ઉપર રહેતા દિપક રાજુભાઈ બુધ્ધદેવ નામના ઈસમે અટકાવીને "મારા પૈસા કેમ આપતો નથી..?" તેમ કહીને બોલાચાલી ઝઘડો કર્યો હતો અને બાદમાં ઢીકાપાટુ વડે તેમજ લાકડાના બડીકા વડે રાકેશ રામાવતને માર મારવામાં આવ્યો હતો જેથી સારવાર લીધા બાદ રાકેશ રામાવતે દિપક બુધ્ધદેવ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના ચિત્રોડી ગામે રહેતો લાલજી રાજેશભાઈ ડાભી નામનો ૨૬ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત લાલજીભાઈને અત્રે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના કાલીકા પ્લોટ પાછળ આવેલ સાયન્ટીફીક રોડ નજીક રહેતા રહીમભાઈ વલીમામદ વીરમાણી (૩૧) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા તેને પણ સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારા નજીકના મોટા ખીજડીયા ગામે રહેતો અનિલ કેશવજીભાઇ વાસણીયા નામનો ૩૪ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત અનિલભાઈને સારવારમાં મોરબી ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ધાંગધ્રાના કુડા ગામ પાસેના નિમકનગરમાં રહેતી ચોથીબેન પ્રવીણભાઈ જીંજરિયા નામની ૪૦ વર્ષીય મહિલા બાઈકમાં પાછળ બેસીને જતા હતા તે સમયે બાઇકમાંથી નીચે પડી જતાં તેમને સારવાર માટે અહીંની.આયુષ હોસ્પિટલે લાવવામાં આવી હતી.






Latest News