મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

Sunday On Cycle: મોરબીમાં ફીટ ઇન્ડીયા મુવમેન્ટ અંતર્ગત પોલીસ દ્રારા સાયકલ રેલી


SHARE







Sunday On Cycle: મોરબીમાં ફીટ ઇન્ડીયા મુવમેન્ટ અંતર્ગત પોલીસ દ્રારા સાયકલ રેલી

ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત જુદી જુદી જગ્યા ઉપર કાર્યક્રમમાં યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીમાં આજે પોલીસ વિભાગ દ્વારા સાયકલ રેલી, યોગા તથા ઝુમ્બાએરોબીક્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને ખાસ કરીને વરસતા વરસાદમાં પણ ફિટ ઇન્ડિયાનો મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સાયકલ રેલી યોજવામાં આવી હતી.

મોરબીમાં આજે ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત રાજકોટના રેન્જ આઇજી અશોક કુમાર (I.P.S.) નાઓની સુચના મુજબ તથા ઇન્ચાર્જ એસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન તથા નાયબ પોલીસ અધિક્ષક વી.બી.દલવાડીની આગેવાની હેઠળ સાયકલ રેલિન્યોજે હતી. ખાસ કરીને Fit India Movement અંતર્ગત મોરબી ખાતે "Sunday On Cycle" થીમ પર સાયકલ રેલીનું આ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં બહોળી સંખ્યામાં અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા અને વરસતા વરસાદે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પાસેથી આ સાયકલ રેલી કાઢવામાં આવી હતી અને મોરબીના પરબજાર, નહેરુ ગેટ ચોક સહિતના વિસ્તારમાંથી સાયકલ રેલી પસાર થઈ હતી. અને ત્યાંથી પરત મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેને પૂર્ણ કરવામાં આવી હતી. આ સાથે ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત પોલીસ હેડ કવાર્ટર મકનસર ખાતે યોગા અને ઝુમ્બાએરોબીક્સ સેશનનુ પણ આયોજન કરવામાં આવેલ હતુ.






Latest News