મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગને વ્હીલચેર અર્પણ કરી માનવતા મહેકાવી


SHARE







મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગને વ્હીલચેર અર્પણ કરી માનવતા મહેકાવી

ઈશ્વર દ્વારા રચવામાં આવેલ આ શ્રુષ્ટિ એક અદ્ભૂત સર્જન છે. અને તેમાં ઈશ્વર બધુ બધાને નથી આપી દેતો એ પણ એક હકીકત છે. પણ જેને પણ આપવામાં કંઈક ખામી રહી જાય તો ઈશ્વર પોતે જ કોઈને નિમિત્ત બનાવી એ નહીં આપવાની ખોટ પુરવા કોઈ કે કોઈકને પ્રેરણા આપતો રહે છે,આદેશ કરતો હોય છે.સમાજમાં આવાજ કંઈક જરૂરતમંદો, વંચીતો માટે અનેક માનવતાવાદી સેવાભાવી સંસ્થાઓ નિરંતર નિમિત્ત બની કોઈના જીવનમાં રહેલ ખોટને પુરવાના સેવાકાર્યો કરતી રહે છે.અનેક સામાજીક, સેવાકાર્યો કરતી આવીજ એક  સંસ્થા મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા આવુ જ એક વધુ સેવાકાર્ય કરી માનવતા મહેકાવી છે.

દોડવુ, નાચવુ, કુદવુ કોને ને ગમે? પરંતુ ઈશ્વરે જેને પગ આપ્યા હોય પણ પછી કોઈ કારણસર છીનવાય ગયા હોય તેને દોડવુ તો શું ચાલવુ પણ અશક્ય બને ત્યારે આવાજ એક દિવ્યાંગ (અપંગ) વ્યક્તિને પગ તો ન આપી શકાય પણ પગની ખોટ પુરવા માટેનો એક વિકલ્પ મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા આજે વ્હીલચેર અર્પણ કરી એક નિરાશાભરી ઝીંદગીમાં આશાનો સંચાર કર્યો હતો. તેની જીંદગીની મોટી ખોટ પુરી કરીને તે વ્યક્તિના જીવનમાં ખુશીઓનું વાવેતર કરી આપ્યુ હતુ.વ્હીલચેર અર્પણ કરતી વેળાએ સંસ્થાના સભ્યોએ "સેવા હી ધર્મ હે" નું સૂત્ર સાર્થક કરવા સાથે અન્યને પ્રેરણા સંદેશ આપ્યો હતો.






Latest News