સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

ગણેશ પંડાલ પ્રતિયોગીતા-2025: મોરબી જિલ્લા કલકેટરની પત્રકાર પરિષદ યોજાઇ


SHARE











ગણેશ પંડાલ પ્રતિયોગીતા-2025: મોરબી જિલ્લા કલકેટરની પત્રકાર પરિષદ યોજાઇ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગરના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોચાડવા માટે ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ચાર મહાનગર ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરોમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી ની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જેમાં પ્રથમ ક્રમને 5 લાખ, દ્રિતિય ક્રમે 3 લાખ અને તૃતિય ક્રમે 1.50 લાખ પુરસ્કાર આપવામાં આવશે.

રાજ્યમાં ચાર મહાનગર સિવાયના 29 જીલ્લાઓમાંથી ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરોમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ ૫ (પાંચ)ની પ્રોત્સાહન તરીકે પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કારઆપવામાં આવશે. જેમાં પ્રથમ ક્રમને 5 લાખ, દ્રિતિય ક્રમે 3 લાખ અને તૃતિય ક્રમે 1.50 લાખ પુરસ્કાર આપવામાં આવશે. તથા પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન તરીકે 1 લાખ પુરસ્કાર આપવામાં આવશે. આ પ્રતિયોગીતા માટે ચાર મહાનગરમાં મ્યુનિસિપલ કમિશનર અને અન્ય 29 જિલ્લાઓમાં કલેકટરના અધ્યક્ષતામાં એક મૂલ્યાંકન સમિતિની રચના કરી બેસ્ટ ગણેશ પંડાલની પસંદગી કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બનેલ મુલ્યાંકન સમિતિ દ્રારા ચાર મહાનગરમાં બનાવવામાં આવેલ ગણેશ પંડાલોમાંથી ગણેશ પંડાલનાં મંડપ શણગાર, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી (ઇકો ફ્રેન્ડલી), ઓપરેશન સિન્દૂર – દેશ ભક્તિ, સ્વદેશી, પંડાલ સ્થળની પસંદગી (ટ્રાફિક કે આસપાસનાં લોકોને અડચણ રૂપ ન થાય), સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી અને ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનાર પ્રવૃતિઓને ધ્યાનમાં રાખી ગણેશ પંડાલની પસંદગી કરી એક થી ત્રણ ક્રમના વિજેતા કરવામાં આવશે.

તેમજ અન્ય 29 જિલ્લાઓમાં કલેકટરની અધ્યક્ષતામાં બનેલ મૂલ્યાંકન સમિતિ દ્રારા મહાનગરોમાં જણાવ્યા મુજબની વિગતો ધ્યાને લઇ એક બેસ્ટ ગણેશ પંડાલની પસંદગી કરી તેના ફોટા-વિડીયો તેમજ અન્ય જરૂરી વિગતો કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરને મોકલવામાં આવશે. કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર ખાતે રાજ્યનાં 29 જિલ્લાઓમાંથી પસંદગી પામેલ પંડાલોમાંથી શ્રેષ્ઠ ૩ (ત્રણ) વિજેતા તેમજ અન્ય ૫ (પાંચ)ને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે.

આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટેનાં ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,મોરબી સરનામું:- રૂમ નં- 257/236 , બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ –મોરબી ખાતેથી મેળવી તા.28 ના બપોરે 12 કલાક  સુધીમાં પરત કરવાના રહેશે. સમય મર્યાદા બાદ ફોર્મ માન્ય રહેશે નહિ.






Latest News